નોર્થવેસ્ટ લંડનના વેમ્બલીમાં ભારતીય દુકાન, રેસ્ટોરન્ટ પર હુમલા,

નોર્થ વેસ્ટ લંડનના સડબરી સ્થિત હેરો રોડ પર આવેલ પાનેસર ફૂડ એન્ડ વાઇન અને વેમ્બલીમાં ઇલીંગ રોડ પર આવેલ માણેકચોક રેસ્ટોરંટને કથિત રીતે નિશાન બનાવી તોડફોડ કરાતાં લંડન અને યુકેના હિન્દુ-ભારતીય સમાજમાં વ્યાપક ગભરાટ સાથે આક્રોશ ફેલાયો છે. તોડફોડના અહેવાલો ઓનલાઈન વાઇરલ થયા બાદ બ્રેન્ટ કાઉન્સિલ, પોલીસ અને રાજકીય નેતાઓએ કડક પગલા ભરવાની બાંહેધરી આપી હતી. હેરોમાં યોજાયેલા હોળી ઉત્સવ ઉપરના હુમલા પછી ગણતરીના દિવસોમાં જ દુકાનો પર થયેલા હુમલાના વિડીયો ફૂટેજ, સંદેશા તથા અફવાઓ સોસ્યલ મિડીયા પર વાઇરલ થતા લોકો ડરી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *